મોરબી જિલ્લામાં 'આપે' ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું:આમ આદમી પાર્ટીના મોરબી, ટંકારા અને વાંકાનેરના ઉમેદવારોએ ફોર્મ ભરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ઉમેદવારોના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ત્યારે મોરબી જિલ્લાની ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ભટાસણાએ ફોર્મ ભર્યું છે. જ્યારે મોરબી બેઠક પરથી આપ ઉમેદવાર પંકજ રાણસરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, તો વાંકાનેર ઉમેદવાર પણ ફોર્મ ભર્યું હતું.

ટંકારા મામલતદાર કચેરી ખાતે સંજયભાઈ ભટાસણાએ સમર્થકો સાથે આવીને ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ સંજય ભટાસણાએ જણાવ્યું હતું કે, આજ રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા- પડધરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. મને વિશ્વાસ છે કે, મારો જ્વલંત વિજય થશે અને જનતાનું પણ સમર્થન મને મળશે.

જ્યારે મોરબી બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સમર્થકો સાથે મામલતદાર કચેરી પહોંચીને તેઓએ ઉમેદવારી ફોર્મ હતું અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો વાકાનેર ઉમેદવાર વિક્રમ સોરાણી ફોર્મ ઉમેદવાર ફોર્મ ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...