• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • A Youth Walking On The Track Wearing Earphones Was Cut Under The Train, An Incident Took Place Near Rafaleshwar Road In Morbi.

મજા મોતમાં ફેરવાઈ:ઇયરફોન લગાવીને ટ્રેક પર ચાલતો યુવક ટ્રેન હેઠળ કપાયો, મોરબીના રફાળેશ્વર રોડ નજીક બની ઘટના

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુવાનોની મોબાઇલ માટેની ઘેલછા ક્યારેક આત્યંતિક કે જીવનનો અકાળે જ કરૂણ અંત લાવી દે તેવી નીવડી શકે છે, આવા એક નહીં અનેક કિસ્સા સામે આવ્યા છે છતાં ચાલુ વાહને ફોનમાં વાત કરવી, રેલવે ટ્રેક પર ઇયર ફોન કે હેડફોન લગાવીને ગીતો સાંભળતા પસાર થવું, આવી ઘટનાઓ બનતી હજુ અટકી નથી. અનેક આશાસ્પદ જિંદગી આ રીતે અચાનક વિરામ પામી હોવા છતાં તેમાંથી શીખ લેવાને બદલે યુવાનો આ ઘેલછા મૂકી શકતા નથી.

આવો જ એક બનાવ મોરબીના રફાળેશ્વર રોડ પર સિરામિક યુનિટ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર બન્યો હતો. એક યુવાન ઈયરફોન ભરાવીને ટ્રેક પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ટ્રેન નજીક આવી ગઇ હોવાનું પણ તેને ભાન રહ્યું ન હતું અને તે ટ્રેનની ઠોકરે કચડાયો અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જૂના રફાળેશ્વર રોડ પર પ્લેટીના સિરામિક નજીકથી પસાર થતા વાંકાનેર મોરબી રેલવે ટ્રેક પર શુક્રવારે મૂળ ઓરિસ્સાનો નેપાલ કોયલભાઈ કિશુક કાનમાં ઈયરફોન સાંભળતા સાંભળતા જતો હતો તે દરમિયાન અચાનક ટ્રેને તેને ઠોકર મારતા ઘટના સ્થળે મોત થયું હતું. બનાવ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...