વીજકરંટ:મોરબીના અમરેલીની વાડીમાં સાપ કરડી જતા યુવતીનું મોત

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાખરડામાં નજીક ફેકટરીમાં યુવકનું વીજકરંટથી મોત

મોરબી નજીક આવેલા અમરેલી ગામના વાડી વિસ્તારમાં એક યુવતીને સાપ કરડી જતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરેલી ગામે રહેતી મનીષાબેન મોહનભાઇ વ્યાસ (ઉવ.૧૮) નામની યુવતી ગત તા.૫ ના રોજ અમરેલી ગામે સીમ વિસ્તારમાં આવેલ હેમંતભાઇની વાડીએ હતી.

ત્યારે સાપ કરડી જતા તેણીને પ્રથમ સારવાર અર્થે મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે અન્ય એક બનાવમાં મોરબીના ખાખરડા નજીક એક કારખાનામાં કામ કરતી વખતે એક શ્રમિકનું ઈલેકટ્રીક શોક લાગતાં મોત થયું હતું. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ખાખરાળા ગામે આવેલી ઉમા ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા દિનેશભાઈ કેરમસીંહ કલેશ (ઉવ.૨૨) નામના શ્રમિક યુવાનને ગઈકાલે તા.૧૬ ના રોજ આ કરખાનામાં ઈલેકટ્રીક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં હતભાગી શ્રમિકના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે હાલ આ બનાવની અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...