મોરબીના લાલપરમાં રહેતી યુવતીએ શરીરે કેરોસીન છાંટી અગનપછેડી ઓઢી લેતાં તેણી ગંભીર રીતે દાઝી ગઇ હતી. આથી સારવાર માટે પહેલાં મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી છતાં કોઇ સારવાર કારગત નિવડી ન હતી અને તેણીનું મોત નીપજ્યું હતું, અન્ય એક બનાવમાં વીસીપરાના યુવકે વીજ વાયરથી પોતાના ઘરે ફાંસો લગાવી લેતાં તેનું મોત થતાં પોલીસે બન્ને બનાવમાં તપાસ આરંભી છે.
મોરબીના લાલપર ગામે રહેતા ધર્મિષ્ઠાબેન બાબુભાઇ મકવાણા ઉવ.૨૧ નામની અપરણીત યુવતીએ ગત તા.6ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા પ્રથમ મોરબી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં મોત થતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. બીજા એક બનાવમાં મોરબીના વિશિપરા કુલીનગરમાં રહેતા શબીરભાઇ ગફુરભાઇ અજમેરી નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ઇલેક્ટ્રિક વાયરથી ફાંસો ખાઈ લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.