ક્રાઈમ:માળિયાના વિદરકા ગામમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળાવ પાછળના ભાગે આવેલા વાડામાંથી લાશ મળી

માળીયાના વીર વિદરકા ગામમાં તળાવના પાછળના ભાગે આવેલ બેચરભાઈ ગાના વાડામાં ગામના એક યુવાનની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાયલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો .ઘટનાની જાણ થતા માળીયા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યાના આ બનાવની મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના વિદરકા ગામ આવેલા તળાવના પાછળના ભાગે બેચરભાઈ દેગામાંની વાડીમાં તેમના જ ગામના રોહિત જીવાભાઈ સુરેલા મુન્ના નામના યુવકને અજાણ્યા શખ્સોએ માથામાં અને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા બેરહેમીથી ઝીંકી દીધા હતા અને યુવકનું ગંભીર ઇજાના પગલે મૃત્યુ થયું હતું.

આ ઘટના અંગેની જાણ માળીયા પોલીસની થતાં પી.એસ.આઈ ચુડાસમા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો મૃતદેહનો કબ્જો મેળવી લાશ પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. હત્યાના આ બનાવ અંગે મૃતકના ભાઇ મહેશ જીવાભાઈ સુરેલાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે માળીયા મીયાણા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ ચુડાસમા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...