અકસ્માતે મોત:મોરબીમાં રોઝડું આડું ઉતરતા બાઇક સવાર યુવાનનું મોત

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં રોઝડું આડું ઉતરતા બાઇક સવાર યુવાનનું મોત - Divya Bhaskar
મોરબીમાં રોઝડું આડું ઉતરતા બાઇક સવાર યુવાનનું મોત
  • મોરબીના સોખડા ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની

મોરબીના સોખડા પાટીયાથી સોખડા ગામ તરફ જતા રસ્તે આવેલા ખાખરાવાળી સીમમા રોઝડું આડું ઉતરતા બાઈક સ્લીપ થઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મોરબીના સોખડા ગામે રહેતા રઘુવીર ઉર્ફે રઘુભા નટુભા બળદાએ બાઈક નં. (GJ-36-N-3891)ના ચાલક રવુભા દેવરાજભા બળદા સામે ફરિયાદ નોંધાવી હતી કે, સોખડા પાટીયાથી સોખડા ગામ તરફ જતા રસ્તે આવેલી ખાખરાવાળી સીમમા આરોપીએ પોતાના બાઇકને પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી રોડમા રોઝડું આડુ ઉતરતા મોટરસાઇકલ ઉપર કાબુ નહોતો રહ્યો.

મોટરસાઇકલ સ્લીપ થઇ જતા આરોપી પોતાને ઇજા થઇ હતી. જ્યારે ફરીયાદીના ભાઇ ભીખુભા નટુભાને ગંભીર શરીરે ઇજા થતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...