અગમ્ય કારણોસર આપઘાત:મોરબીના નેસડા ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવતાં પંથકમાં ચકચાર

મોરબી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી

મોરબી જીલ્લામાં અપમૃત્યુના બનાવોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આપઘાતના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે. જેમાં નેસડા ગામના યુવાને ઝેરી દવા પી લેતા યુવાનનું મોત થયું હોવાથી આ બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે સ્પષ્ટ થયું નથી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામના રહેવાસી ગીરીશભાઈ માવજીભાઈ પરમાર (ઉ.વ. 35) નામના યુવાન પોતાની જાતે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત થયું હતું. બનાવની જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી, મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન કઈ કામધંધો કરતો ના હોય અને નશાની કુટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે સ્પષ્ટ થયું નથી. ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...