તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:મોરબીમાં પ્રધાનમંત્રી આવાસમાંથી યુવકે ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ પત્ની વચ્ચે માથાકૂટ થતા પગલું ભર્યાનું અનુમાન

મોરબીમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવાને ત્રીજા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હોય અને આ બાબતે આપઘાત કર્યો હોવાની આશંકા છે.

મોરબીના કંડલા બાયપાસ પર પ્રધાનમંત્રી આવાસમાં રહેતા કરણભાઈ પુનભાઈ ગૌસ્વામી (ઉ.વ. 32) સોમવારે રાત્રીના કોઈ કારણોસર આ આવાસ યોજનાના ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડતુ મૂક્યું હતું. આથી યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતકની ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને તપાસ હાથ ધરી છે. આ યુવાને ક્યાં કારણોસર ત્રીજા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો તે જાણવા પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...