આપઘાત:મોરબી તાલુકાના રફાળિયામાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અકાળે મોતના બે બનાવ બન્યા
  • રાજપરમાં વીજકરંટથી શ્રમિકનું મોત

મોરબી તાલુકાના રફાળિયા ગામે રહેતા યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ફાંસો ખાઇને મોત માગી લેતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારે પોલીસને જાણ કરી હતી અને વધુ તપાસ આરંભાઇ હતી. તો અન્ય એક બનાવમાં તાલુકાના રાજપર ગામે કારખાનામાં કામ કરી રહેલા યુવકને કોઇ કારણોસર વીજ શોક લાગતાં તેમનું મોત નીપજ્યું હતું. બન્ને બનાવમાં તાલુકા પોલીસે આગળની કાર્યવાહી આરંભી હતી.

મોરબી તાલુકાના રફાળીયા ગામે આંબેડકરનગરમાં રહેતા ભીમાભાઈ કાંતિભાઈ કાંજીયા ઉ.28 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, તેમજ તેમણે આ પગલું શા માટે ભરી લીધું તેના કારણોની તપાસ આરંભી છે.

તો પંથકમાં બનેલા અન્ય બનાવમાં મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજની વાડી પાસે આવેલા ગુરુકૃપા વોટર સપ્લાય કારખાનામાં કામ કરતી વેળાએ અશોક ધીરુભાઈ પરમાર ઉ.18, રહે. પંચાસર ગામ વાળાને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...