ડમ્પર કાળ બનીને આવ્યું:માળિયા-અમદાવાદ હાઇવે પર રોંગ સાઈડમાં આવતા ડમ્પરે કારને અડફેટે લીધી; ચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

માળિયા-અમદાવાદ હાઈવે પર ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં ડમ્પર પુરઝડપે અને બેફામ રીતે ચલાવી સામેથી આવતી કાર સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં કારમાં સવાર ગાંધીધામના યુવાનનું કરુણ મોત થયું હતું. જેથી આ બનાવ મામલે માળિયા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત બાદ ડમ્પર રેઢું મૂકી ચાલક નાસી ગયો
​​​​​​​ગાંધીધામના રહેવાસી નીમીશભાઈ મોહનભાઈ રાજગોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ ગુંજનભાઈ રાજગોર બરોડા જતા હતા. દરમિયાન માંણાબા ગામના પાટિયા નજીક પુલ પર રોંગ સાઈડમાંથી એક ડમ્પર ચાલક તેનું ડમ્પર બેફામ ચલાવી નીકળ્યો હતો. ત્યારે ફરિયાદીના ભાઈની ઇકો સ્પોર્ટ્સ કાર જીજે 12 ડીજી 4308 સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં ગુંજનભાઈ મોહનભાઈ રાજગોર (ઉ.વ. 36)ને ગંભીર ઈજા પહોંચતાં યુવાનનું મોત થયું હતું અને અકસ્માત બાદ ડમ્પર રેઢું મૂકી ચાલક નાસી ગયો હતો. જેથી માળિયા પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરૂદ્ધ આઈપીસી કલમ 304, 304 (અ) અને 279 મુજબ અકસ્માતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...