જર્જરિત ઈમારતો કોઈનો જીવ લેશે:મોરબીના ઐતિહાસિક નગર દરવાજા ટાવરમાંથી કાંગરો ખરી પડતા મહિલાનો હાથ ભાંગ્યો

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરના હાર્દ સમાન નગર દરવાજા ચોકમાં આવેલ ઐતિહાસિક નગર દરવાજા ટાવર ઈમારતમાંથી કાંગરો ખરી પડ્યો હતો. જે બનાવમાં નીચે બેસીને વેપાર કરતા એક મહિલાના હાથ પર આવતા મહિલાનો હાથ ભાંગી ગયો છે.

તંત્ર ઝડપી રિનોવેશન કરાવે તેવી માગ ઉઠી
રાજાશાહી વખતથી મોરબીની ઓળખ અને મોરબીવાસીઓ માટે ગર્વના પ્રતિક એવા નગર દરવાજા ટાવરની બાજુમાં આવેલ ઝરૂખા ઉપરનો કાંગરો બપોરના સુમારે ખરી પડ્યો હતો અને નીચે પડતા નીચે બેસીને લસણ ડુંગળીનો વેપાર કરનાર મહિલા આશાબેન દેવીપુજક માથે પડતા મહિલાને હાથમાં ફેકચર જેવી ઈજા પહોંચી હતી. જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મોરબીમાં આવેલ પ્રાચીન ઈમારતોની સમયાન્તરે મરામત સહિતની જાળવણી કરવામાં આવતી ના હોય જેના પરિણામે આજે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જોકે કોઈ મોટી દુર્ઘટના સર્જાય પછી સંબંધિત તંત્ર જાગશે? તેવી ચર્ચા પણ બનાવને પગલે જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...