કાર્યવાહી:સિરામિક સિટીના ફ્લેટમાં ચાલતંુ કૂટણખાનું પકડાયુ

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીની ટીમે દરોડો પાડી બે શખ્સની ધરપકડ કરી
  • 3 મોબાઈલ , રોકડ સહિત કુલ 52 હજારનો મુદામાલ જપ્ત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સિરામિક સિટીના એક ફલેટમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડી ગોરખધંધા કરતા બે શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે ત્યાંથી 3 મોબાઇલ અને રોકડ સહિત કુલ 52 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી શહેરના સામાંકાઠા વિસ્તારમા આવેલા એક સિરામિક સિટીના ફ્લેટમાં બે શખ્સ કૂટણખાનું ચલાવતી હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક નકલી ગ્રાહક મોકલી છટકું ગોઠવ્યું હતું.

બહારથી યુવતીઓને બોલાવી ગ્રાહકોને શરીર સુખની સગવડ કરી આપતા અને મોરબીના સામાકાંઠા વિસ્તારના સિરામિક સિટીમાં જ રહેતા રાજેશ સવજી કુગશિયા અને જયશ્રી નામના બંને શખ્સને ઝડપી લીધા હતા. તેમજ તે બંને પાસેથી રૂપિયા 39 હજાર રોકડ અને ૩ મોબાઈલ મળી કુલ રૂ.52,000નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સ કેટલા સમયથી આ ગોરખધંધો ચલાવતા હતા. તેમની સાથે અન્ય કોણ કોણ આ ધંધામાં કોની કોની સંડોવણી તે અંગે પણ પી.આઈ વિરલ પટેલે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...