તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નાગડાવાસ નજીકથી 11 પાડા ભરેલી ગાડી પકડાઈ

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌરક્ષકોની ટીમે ગાડીને પોલીસ હવાલે કરી

મોરબી-માળીયા નેશનલ હાઇવે પર સોમવારે મોડી રાત્રે નાગડાવાસ ગામ નજીક આઈ માતા હોટલ પાસે એક બોલેરો કારમાં ખીચોખીચ પાડા ભરાઈને જતા હોવાની ગૌ રક્ષકોની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે સમયે બોલરો ગાડી શંકાસ્પદ હાલતમાં નીકળતા ગૌરક્ષકોએ આ બોલેરોને અટકાવીને તલાશી લીધી હતી. બોલરોમાં 11 પાડા બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા.

ગૌરક્ષકોની ટીમ બોલરો ગાડીના ચાલકને પકડે તે પહેલાં જ તે ચકમો આપીને બોલરો કાર ત્યાં જ રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અબોલ પશુઓ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી આ પશુઓને કતલખાને ધકેલાતા હોવાની શંકાથી ગૌરક્ષકોની ટીમે ગાડી મોરબી તાલુકા પોલીસને હવાલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો