મોરબીના ઔદ્યોગિક ઝોનમાં 2000 જેટલી અલગ અલગ નાની મોટી ફેકટરીઓ આવેલી છે, જેમાં લાખો મજૂરો મજુરી કામ કરતા હોય છે.મોરબીના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર તેમજ બાંધકામ સાઈટ પર અવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. જેમાં મજૂરોને સામાન્યથી લઇ ગંભીર ઈજા થતી હોય છે, તો વરસ વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં મજૂરો મોતને ભેટતા હોય છે. બીજા રાજ્યમાંથી રોજી રોટી માટે આવતા મજૂરો જયારે અહીં અક્સમાતનો ભોગ બની મોતને ભેટે છે ત્યારે તેમનો પરિવાર તો નિરાધાર બની જાય છે અને તેમના પરિવારના પાલન પોષણનો જબરો પ્રશ્ન ખડો થાય છે. .
તેમનો ગરીબ પરીવાર નિરાધાર બની જાય છે. આવી ઘટના અટકાવવી ખુબ જરૂરી છે અને તેના માટે ફેકટરીમાં શ્રમિકોની સેફ્ટી માટે હેલ્મેટ, સેફટી બેલ્ટ,સેફટી શૂઝ હેન્ડ ગ્લોવ્સ સહિતના અલગ અલગ ઇક્વિપમેન્ટ વસાવવા જરૂરી છે. શ્રમિકોને પણ આવા સાધનોના ઉપયોગ માટે સમજાવવા આવશ્યક છે ત્યારે આ અંગે ઉદ્યોગકારોમાં જાગૃત્તતા આવે તે હેતુથી વડોદરાની એક એજન્સી સ્યોર સેફટી નામની એજન્સી દ્વારા મોરબીમાં એક સેફટી વાન સાથે આવી હતી.
આ સેફટી વાનમાં હેલ્મેટ, સેફટી બેલ્ટ, કૂવા ગેસ ચેમ્બર તેમજ વીજળી લગતા કામમાં કામદારોની સેફટીને લગતા અલગ 200 જેટલા સાધનો રાખવામાં આવ્યા છે અને મજૂરોની સુરક્ષા બાબતે નિદર્શન આપવામાં આવ્યા છે. આ વાન અલગ અલગ વિસ્તારોમાં ફરશે અને શ્રમિકોને આવા સાધનોની ઉપયોગિતા અંગે સમજ આપશે. આ વાન મોરબી આવી પહોંચતા તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મંત્રી બ્રિજેશ મેરજા, સિરામિક એસોસિએશનના હોદેદારો અને ઉદ્યોગકારોએ હાજર રહી વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.