સદનસીબે મોટી દુર્ઘટના ટળી:મોરબીના જજર્રિત અને સાંકડા પુલ પરથી પસાર થતો ટ્રક પુલ નીચે લટકી ગયો

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ પુલ જર્જરિત હાલતમાં છે. જ્યાંથી ગત રાત્રીના પસાર થઇ રહેલો એક ટ્રક પુલ પર લટકી ગયો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું તેવા સવાલો ગ્રામજનોએ ઉઠાવ્યા હતા.

બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગાળા ગામ નજીક આવેલા જર્જરિત પુલ પરથી ટ્રક જીજે 12 ઝેડ 4636 પસાર થઈ રહ્યો હતો. ત્યારે સાંકડા પુલ પરથી પસાર થતા ટ્રકનું એક વ્હીલ પુલ નીચે લટકી ગયું હતું. જેથી ટ્રક પુલના છેડા પર લટકી જેતા ગ્રામજનો દોડી ગયા હતા અને ફસાયેલા ટ્રકને સલામત બહાર કાઢવાની કામગીરી કરી હતી. બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ અવારનવાર આવા બનાવો બનતા રહે છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય પછી તંત્ર પુલ રીપેરીંગ કે નવો પુલ બનાવવાની કામગીરી કરશે કે આવા બનાવોમાંથી સીખ લઈને તાત્કાલિક પુલ રીપેરીંગ કામગીરી કરશે તેવા સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...