કોણ કોને આપશે ટક્કર?:મોરબી જિલ્લાની ત્રણ બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, મોરબીમાં કાન્તિલાલ અમૃતિયા બાજી મારશે?

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી મોરબી જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

મોરબી અને ટંકારા બેઠક પર આપમાંથી પાટીદાર ઉમેદવાર અને વાંકાનેર બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે. ત્યારે આપમાંથી કોળી ઉમેદવાર મેદાને ઉતારતા રસપ્રદ જંગ જોવા મળી શકે છે. મોરબી બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે જ્યાં 1995થી વર્ષ 2017 સુધી કાન્તિલાલ અમૃતિયાએ રાજ કર્યું હતું. જેઓ 2017ની ચૂંટણી હારી ગયા હતા. જોકે, ફરી ભાજપે ટિકિટ આપી છે. ત્યારે સૌની નજર મોરબીની બેઠક પર જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...