રેક્સ્યું ઓપરેશન હાથ ધરાયું:વાંકાનેરના રેલ્વે સ્ટેશને ટ્રેનનો કોચ પાટા પરથી ખડી પડતા અફરાતફરી સર્જાઈ

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાકાનેર શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન ખાતે એક ટ્રેનનો ડબ્બો પાટા પરથી ખડી પડતા અફરાતફરી સર્જાઈ હતી. જેથી NDRF સહિતની ટીમો દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું.

વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ઈલેક્ટ્રીફીકેશન કામગીરી માટેનો કોચ પાટા પરથી ખડી પડ્યો હતો. જે દુર્ઘટના સર્જાયા બાદ તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જેથી રાજકોટ મેડીકલ, રીલીફ કોચ તુરંત રવાના થયા હતા. તે ઉપરાંત કેટલાક લોકો ફસાયા હોવાથી સ્થાનિક તંત્ર, પોલીસ અને એનડીઆરએફ ટીમની મદદ લેવાઈ હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ સહિતની ટીમો તુરંત પહોંચી હતી. કોચમાં કેટલાક લોકો ફસાયા હોવાથી બારી તોડી તેમજ છતનો હિસ્સો તોડી રેક્સ્યું કરાયું હતું. જેમાં 7 લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. બે કલાક કરતા વધુ સમય સુધી રેલ્વે સ્ટેશને ભાગદોડ મચી હતી જોકે બાદમાં રાજકોટ ડીવીઝન ડીઆરએમ અનીલકુમાર જૈન દ્વારા આ મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

જે કામગીરીમાં ndrf ટીમ, 108 એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ, આરપીએફ, સિવિલ ડીફેન્સ, રેલ્વેનો સુરક્ષા સંબંધિત સ્ટાફ જોડાયો હતો. કોઈપણ દુર્ઘટના જેવી સ્થિતિમાં તુરંત એક્શન લઇ સકાય છે કે કેમ તેની તૈયારીઓની ચકાસણી કરવા ખાસ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. તેવી માહિતી પણ રેલ્વે વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...