તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનરેગા બજેટ મંજુર:મનરેગા હેઠળ કુલ 6888 પરિવારને મળશે રોજગારી

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોરબીના પાંચ તાલુકામાં કામગીરી કરાશે
 • બજેટમાં 11.04 કરોડની જોગવાઇ કરાઇ

મોરબી જિલ્લા પંચાયતમાં વર્ષ 2021-22 માટે મનરેગા બજેટ મંજુર કર્યું હતું. મોરબીના પાંચ તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ કુલ 715 કામો કરાશે. જેમાં 6888 કુટુંબ માટે રૂ.1104.21 લાખની જોગવાઈ કરી છે. મોરબી જિલ્લામાં મનરેગા હેઠળ ચાલી રહેલ કામમાં વર્ષ 2021-22 માટે કુલ 715 કામ નક્કી કરાયા છે. જેમાં મોરબી તાલુકામાં 198, હળવદમાં 174, માળિયામાં 103, ટંકારામાં 70 અને વાંકાનેરમાં 170 કામ નક્કી કર્યા છે.

મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હેઠળ જિલ્લામાં કુલ 6888 કુટુંબની સંખ્યા નક્કી કરી છે અને કુલ મળી 4,42,132 માનવદિનની સંખ્યા નક્કી કરાઈ છે. વધુમાં જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળી 869 લાખ મજૂરી ખર્ચ અને 234 લાખ માલસામાન ખર્ચનો અંદાજ બજેટમાં રજૂ કરાયો છે. ઉપરોક્ત તમામ કામ તાલુકાવાર ક્રમાનુસાર કામની માંગણી થયેથી હાથ ધરવામાં આવશે અને ગ્રામ પંચાયતોમાં કાયમી અસ્કયામતો નિર્માણ કરી લોકોને પૂરતો લાભ મળે તે માટે ગુણવત્તાસભર કામ હાથ ધરવામાં આવનાર હોવાનું અધિકરીક વર્ગ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો