મોરબીમાં આઝાદી પૂર્વે રાજપર ગામમાં રાજવી પરિવારનું એરોડ્રામ ધમધમતું હતું. પણ આઝાદી બાદ તે એરોડ્રામ બંધ થઈ જતા ધીમે ધીમે ખંઢેર હાલતમાં ફેરવાઇ ગયું હતું.
મોરબીમાં ઔધોગિક વિકાસ થવાથી લોકો ઉદ્યોગકારો અને વેપારીઓ વર્ષોથી મોરબીથી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ કે મુંબઈ દિલ્હી સહિતના દૂરના શહેરો એર કનેક્ટિવિટીથી જોડવામાં આવે તેવી માંગણી હતી, જેના પર સરકારની મંજૂરીની મહોર લાગી જતા હવે આ એરોડ્રામ ફરી ધમધમતું થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે. મોરબી માર્ગ મકાન વિભાગ દ્વારા હાલ એરપોર્ટ માટે ફાળવેલી 685 વિઘા જગ્યાની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે.
હાલ આ જગ્યામાં ઉભા બાવળને દુર કરવામાં આવશે, બાદમાં ફરતે બાઉન્ડ્રી વોલ અને જમીન સમથળ કરવાની પણ પ્રકિયા હાથ ધરવામાં આવશે.હાલ આ કામગીરી પૂર્ણ થતાં એક બે સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. અને કામગીરી બાદ એટલે કે જન્માષ્ટમી બાદ અહીં બાઉન્ડ્રી વોલ બનવાની કામગીરી શરૂ થવાની શક્યતા પણ સેવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.