તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ:મોરબી જિલ્લામાં કુલ 7 કેન્દ્રમાં ધોરણ 10 અને 12ના 6103 વિદ્યાર્થી આપશે પરીક્ષા

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 15 જુલાઇથી શરૂ થશે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા

કોરોના મહામારીના કારણે રેગ્યુલર અભ્યાસ કરતાબોર્ડના છાત્રોને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું જ્યારે રિપીટર છાત્રોની પરીક્ષા જુલાઈ મહિના યોજવાનું ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું .આગામી તા.15 મી જુલાઇ થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- 10 અને 12 સામાન્ય– વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાઓ શરૂ થશે મોરબી જિલ્લામાં કુલ 7 પરિક્ષા કેન્દ્રના 28 બીલ્ડિગમાં 6103 છાત્રો પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ અનુસાર બોર્ડની આ પરીક્ષાઓમાં જિલ્લા ભરમાંથી 6103 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જેમાં ધોરણ-10 માં જિલ્લામાં 05 પરીક્ષા કેન્દ્રો ખાતે 4359 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તે માટે 21 પરીક્ષા બિલ્ડીંગોમાં 180 બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- 12 HSC સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 01 પરીક્ષા કેન્દ્ર ખાતે 1527 પરીક્ષાર્થીઓ બેસશે જેના માટે 05 બિલ્ડીંગમાં 48 બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- 12 HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર ખાતે 217 પરીક્ષાર્થીઓ બેસશે, જેના માટે 02બિલ્ડીંગમાં 12 બ્લોક નક્કી કરાયા છે.

જિલ્લા શિક્ષણ વિભાગે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો
બોર્ડની આ પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં CCTV કેમેરાથી સજ્જ છે. પરીક્ષા દરમિયાન ધોરણ-10 માટે બી.એન.વિડજા અને ધોરણ-12 માટે જે.યુ.મેરજા ઝોનલ અધિકારી તરીકે કામગીરી કરશે. સમગ્ર પરીક્ષા દરમિયાન વર્ગ-1 તથા વર્ગ-2 ના અધિકારીઓ ઓર્બ્ઝવર તરીકે પણ ફરજ બજાવશે. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓની મુંઝવણના ઉકેલ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે 02822-222875 નંબર પર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

ધો.10ના 5 અને 12ના 2 કેન્દ્ર
ધો.10 SSC ના 05 પરીક્ષા કેન્દ્રો ફાળવેલ છે. જ્યારે ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના એક એક પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવેલ છે. હાલની પરિસ્થિતિ મુજબ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાની પરીક્ષાના સ્થળ સંચાલકો અને કર્મચારીઓને સૂચના અપાઇ છે. તેમજ વિદ્યાર્થીઓની હોલ ટિકીટમાં તમામ સૂચના વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા આપવામાં આવી છે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ સોલંકીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...