રસીકરણ:મોરબીમાં 46 કેન્દ્ર પર એક દિવસમાં કુલ 4204એ વેક્સિન લીધી, આજે 64 સેન્ટર પર વેક્સિનેશન

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય તાલુકામાં પણ વેક્સિનેશન આપવાના સ્થળો વધારવામાં આવ્યા

મોરબી જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપવા સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ કરી દેવાયું છે જેના કારણે હાલ દરરોજ વેકસીનના ડોઝ વધી રહ્યા હોવાથી વધુને વધુ લોકો રસી મેળવી રહ્યા છે. જિલ્લામાં બુધવારે 44 સરકારી, 2 ખાનગી વેકસીન સેન્ટર મળી કુલ 46 સેન્ટરમાં 4204 લોકોને રસી આપવામાં આવી હતી. 4204 લોકોમાં 1807 લોકોને પ્રથમ ડોઝ, 2397 લોકોને બીજો ડોઝ મળ્યો હતો. વેકસીનેશન અભિયાન અંતર્ગત આજ દિન સુધીમાં કુલ 5,06,527 વેકસીનના ડોઝ અપાયા છે.

જેમાંથી 4,05087 લોકોને પ્રથમ, 1,01,440 લોકોને બીજો ડોઝ મળી ચુક્યો છે. ઉંમર મુજબ જોઈએ તો 18થી 44 વયના કુલ 2,39,421 ડોઝ અપાયા છે તો 45 થી 60ની વયના લોકોમાં 1,53,145 ડોઝ અાપવામાં આવ્યા છે, જ્યારે 60 વર્ષથી વધુ વયના 1,13,961 લોકોને ડોઝ આપવામા આવ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ રસી લેનારની સંખ્યામાં વધારો થશે.

11,600 કોવિશિલ્ડ, 400 કોવેક્સિનનો ડોઝ
મોરબી જિલ્લામાં ગુરુવારે 64 સેન્ટર પર વેકસીનેશન આપવામાં આવશે. તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકાના સૌથી વધુ 26, ટંકારા તાલુકાના 9, વાંકાનેર,અને હળવદ તાલુકામાં 13- 13 તેમજ માળીયા તાલુકામાં 3 સમાવેશ થાય છે.મોરબી જિલ્લામાં આજે વેકસીનેશન માટે 11,600 કોવીસીલ્ડ અને 400 કોવેકસીનનો ડોઝ ફાળવામા આવ્યો છે.

અગાઉ ડોઝ અપૂરતા હોવાને કારણે એકમાત્ર મોરબીને બાદ કરતાં ચારેય તાલુકામાં ઓછા સ્થળોએ વેકસીનેશનનું આયોજન થતું હતું. પણ આજે સૌથી વધુ 12 હજારનો ડોઝ વધારી દેતા મોરબી ઉપરાંત અન્ય તાલુકામાં પણ સ્થળો વધારી દેવામાં આવ્યા છે. જો કે માળીયામાં માત્ર 3 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...