રબર ફેક્ટરીમાં ભિષણ આગ:મીતાણા નજીક રબ્બર ફેકટરીમાં ભયંકર આગ લાગી; કલાકો બાદ આગ પર કાબુ મેળવાયો

મોરબી25 દિવસ પહેલા

ટંકારા તાલુકાના મીતાણા ગામથી પડધરી રોડ પર આવેલ ધ્રોલીયા ગામ નજીકની ફેકટરીમાં વિકરાળ આગ લાગી હતી વહેલી સવારે ફાયર કોલ મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મીતાણા-પડધરી રોડ પરના ધ્રોલીયા ગામ પાસેની ગ્રીનેસ્ટા રબર એલએલપી ફેકટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. જે બનાવ અંગે સવારે 5 વાગ્યા આસપાસ મોરબી ફાયર ટીમને જાણ કરતા ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આશરે 6 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો છે. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર હાલ આગ કાબુમાં છે, તો બનાવમાં કોઈ જાનહાની થયાનું ધ્યાનમાં આવ્યું નથી. ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લેતા આસપાસમાં હાશકારો જોવા મળ્યો હતો આગને પગલે અફરાતફરી મચી હતી.

અન્ય સમાચારો પણ છે...