તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનોરંજન થકી દિશા નિર્દેશ:જે વાલીઓ પોતાના બાળકોને નાનપણથી જ મજૂરી કરાવી રહ્યા છે, તેઓને શિક્ષણ તરફ વાળવા શિક્ષકે ફિલ્મ બનાવી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક પણ પૈસાના ખર્ચ વગર શિક્ષકે પોતાનો હેતુ પાર પાડ્યો અને ફિલ્મનું નિર્માણ કર્યું. - Divya Bhaskar
એક પણ પૈસાના ખર્ચ વગર શિક્ષકે પોતાનો હેતુ પાર પાડ્યો અને ફિલ્મનું નિર્માણ કર્યું.

ગામડાની સરકારી શાળાઓમાં જે પછાત વર્ગ તથા મજૂરી કામ કરતા લોકોના બાળકો ભણતા હોય છે, આવા બાળકોના ઘણા બધા વાલીઓમાં ભણતર કરતા મજૂરી કામનુ મહત્વ વધુ હોય છે. મજૂરી કામમાં પૈસા મળતા હોવાથી બાળકો નાની ઉંમરથી જ માતા-પિતા સાથે કામે જોતરાઈ જતા હોય છે અને પરિણામે શાળામાં અનિયમિતતા વધતી જતી હોય છે, તેમજ આ જ રીતે ધીમે ધીમે શિક્ષણથી વિમુખ થઈ જતા હોય છે. આવા બાળકો તથા તેમના વાલીઓ શિક્ષણનું મહત્વ સમજે અને મજૂરી કામને બદલે બાળકોને શિક્ષણ તરફ વાળે તે હેતુથી એક સરકારી શિક્ષકે ફિલ્મ બનાવી છે, જોવાની ખૂબી એ કે એક પણ પૈસાના ખર્ચ વગર બનેલી આ ફિલ્મ રાષ્ટ્રીય સ્તરે નોમિનેશન પામી છે.

હળવદ તાલુકાના માનસર ગામે હાલ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિમલભાઈ પટેલે આ ફિલ્મ બનાવી છે. છેલ્લા ૧૯ વર્ષના શાળાના અનુભવો પરથી તેમને લાગ્યું કે આ સ્થિતિ બદલવી જોઇએ અને બાળકોને ભણતા તો કરવા જ જોઇએ. સરકારી શાળામાં ભણતા બાળકો તથા તેમના વાલીઓની માનસિકતા બદલવા તેમણે સાત મિનિટની ‘ભણતરના અજવાળા’ નામની શોર્ટ ફિલ્મ બનાવી છે. પોતાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનોના સહકારથી તેમણે આ શોર્ટ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. એક પણ રૂપિયાના ખર્ચ વિના બનેલી આ ફિલ્મ હાલમાં નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ છે. આ ફિલ્મની સ્ટોરી, ડાયરેક્શન અને નિર્માણ વિમલભાઈ એ પોતે જ કર્યું છે.

વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે પ્રયાસો
વિમલ પટેલ હાલમાં પણ શિક્ષણ સિવાયના સમયમાં ‘જીવતરની ખેતી’ નામની બાળકો માટેની શૈક્ષણિક શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છે. તેમણે બાળકોને કઠપૂતળીની મદદથી શિક્ષણ આપવા માટે સ્વખર્ચે હૈદરાબાદ ખાતે તાલીમ પણ લીધી છે. રાજ્યકક્ષાના ટોય ફેર તથા ઇનોવેશન ફેરમાં પણ તે ચમકી ચુકયા છે. હાલમાં તેઓ ‘મજાનું ભણતર’ નામની ચેનલ પણ ચલાવે છે. જેમાં બાળ વાર્તાઓ, બાળ ફિલ્મો, કઠપુતળી દ્વારા શિક્ષણ તથા વિજ્ઞાનના પ્રયોગો વિનામૂલ્યે બતાવે છે.વિમલ પટેલ હાલમાં પણ શિક્ષણ સિવાયના સમયમાં ‘જીવતરની ખેતી’ નામની બાળકો માટેની શૈક્ષણિક શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છે. તેમણે બાળકોને કઠપૂતળીની મદદથી શિક્ષણ આપવા માટે સ્વખર્ચે હૈદરાબાદ ખાતે તાલીમ પણ લીધી છે. રાજ્યકક્ષાના ટોય ફેર તથા ઇનોવેશન ફેરમાં પણ તે ચમકી ચુકયા છે. હાલમાં તેઓ ‘મજાનું ભણતર’ નામની ચેનલ પણ ચલાવે છે. જેમાં બાળ વાર્તાઓ, બાળ ફિલ્મો, કઠપુતળી દ્વારા શિક્ષણ તથા વિજ્ઞાનના પ્રયોગો વિનામૂલ્યે બતાવે છે.

અન્ય સમાચારો પણ છે...