તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોર ટુ ડોર સરવે:મોરબી જિલ્લાના 2.04 લાખ ઘરમાં સરવે કર્યો, 2286 આવાસમાં મચ્છરના પોરા મળી આવ્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં મલેરિયા વિરોધી માસ નિમિત્તે જિલ્લામાં મચ્છર ઉત્પતિ નિવારવા થયો સરવે

ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છર ઉત્પન્ન થવાની સંભાવનાને ધ્યાને લઇ દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે,જેમાં મેલેરિયા અટકાવતી વિવિધ પ્રવૃત્તિ ઉપરાંત જનજાગૃતિ વગેરે પ્રવૃત્તિઓ ઝુંબેશના રૂપમાં કરવામાં આવે છે. મોરબીમાં ડીડીઓ ભગદેવની સુચના મુજબ તથા આરોગ્ય અધિકારી કતીરાના માર્ગદર્શન મુજબ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડો. સી. એલ. વારેવડીયા અને તેમની ટીમે સર્વેલન્સ કર્યું હતું.

જેમાં બે રાઉન્ડનું આયોજન કર્યું હતું, જૂન માસ દરમ્યાન જિલ્લાના 2,04,233 ઘરોમાં મેલેરિયા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું સર્વે દરમિયાન મચ્છરની ઉત્પતિ કરી શકે તેવા પોરા 2286 ઘરમાં મળ્યા હતા તેમજ ઘરની અંદરના ઘર વપરાશના 4.05 લાખ ભરેલા પાણીના પાત્રોમાં એબેટનું દ્રાવણ નાખી મચ્છર ઉત્પતિ અટકાવવાની પ્રવૃત્તિઓ.

તેમજ શંકાસ્પદ મેલેરિયા ચિહ્નો ધરાવતા વ્યક્તિઓના લોહીના નમુના લઇ લેબોરેટરી પરીક્ષણ, ઉપરાંત ચોમાસાને અનુલક્ષીને ઘરની અગાસી કે ફળિયામાં પડેલ જૂના કાટમાળ અને નકામી વસ્તુમાં કે જ્યાં પાણી ભરાય તેમ હોય તેમનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી ઉપરાંત ગામની આજુબાજુના પાણીના જળાશયોમાં ગપ્પી અને ગંબુશિયા નામની માછલીઓ મુકવાની કામગીરી કરવામાં આવી છે, તેમજ બહારના નાના મોટા ખાડા, ખાબોચિયામાં બી.ટી.આઈ. દવાનો સ્પ્રેની કામગીરી કરી મચ્છરનો ઉપદ્રવ અટકાવવાની કામગીરી પણ કરી હતી.

મોરબી જિલ્લામાં 4 લાખ જેટલી જગ્યાએ કરાયો છંટકાવ
સરવે કરેલા કુલ ઘર02,04,233
સરવે કરેલા કુલ વ્યક્તિ10,25,543
તપાસેલા મચ્છર ઉત્પતિ સ્થાન07,69,508
પોરાનાશક દવા નાખેલા પાત્ર04,05,833
મચ્છરનાં પોરા જોવા મળેલા ઘર2,286
મચ્છરનાં પોરા જોવા મળેલા પાત્ર2,575
નાશ કરેલા મચ્છર ઉત્પતિ સ્થાન6,970
શંકાસ્પદ તાવના કેસની સંખ્યા3,634

સરવે ટીમ : 224 પુરુષ, 229 સ્ત્રી આરોગ્ય કાર્યકર, 862 આશા બહેન, 33 મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝર, 2 મેલેરિયા સુપરવાઈઝર મળી કુલ 1350 કર્મચારીને કામગીરી સોંપી હતી. તેમજ કુલ 675 ટીમની રચના કરાઇ.

અન્ય સમાચારો પણ છે...