• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • A Steering Committee Meeting Was Held On The Performance Of Various Departments Of Morbi; MPs, MLAs Gave Suggestions To Officials To Carry Out Development Works

સમીક્ષા બેઠક:મોરબીના વિવિધ વિભાગોની કામગીરી અન્વયે દિશા કમિટિની બેઠક યોજાઈ; સાંસદ, ધારાસભ્યોએ અધિકારીઓને વિકાસના કામો કરવા સૂચનો આપ્યા

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાંસદ મોહન કુંડારીયાના અધ્યક્ષ સ્થાને ‘દિશા’-ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ અને કામની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને વિવિધ સૂચનો કર્યા હતા.

વિવિધ યોજનાઓની સમીક્ષા કરી
સાંસદે બેઠકના મહત્ત્વના એજન્ડાઓ પર ભાર આપી દિશા હેઠળની મહાત્મા ગાંધી મનરેગા યોજના, શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, અમૃત, પ્રધાનમંત્રી સડક યોજના, ઈ-ગ્રામ યોજના, સંકલિત બાળ વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, વાસ્મો, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૌશલ યોજના સહિત વિવિધ જન કલ્યાણની યોજનાઓ અને વિવિધ કાર્યક્રમો હેઠળ થયેલા કામોની વિગતો જાણી જરૂરી સમીક્ષા કરી હતી અને સંબંધિત વિભાગોને વિવિધ સૂચનો કર્યા હતા.

માટેલમાં જરૂરી સુવિધા વધારવા સૂચન
ઉપરાંત આંગણવાડીના ખૂટતા મકાનો માટે ઝુંબેશ ઉપાડી જે- તે ગામના સરપંચો સાથે સંકલન કરી મનરેગા યોજના હેઠળ તેમની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. સાંસદ આદર્શ ગ્રામ હેઠળના ગામોમાં જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી માટેલ ખાતે માટેલ ધરાના પાણીની સ્વચ્છતા જળવાઈ રહે અને રોડને મોટો કરી દર્શાનાર્થીઓની સુવિધા વધારવા માટે જરૂરી કામગીરી કરવા જણાવ્યું હતું.

બેઠકમાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં
આ બેઠકમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વાંકાનેર-કુવાડવાના ધારાસભ્ય જીતુ સોમાણી ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં રોડ-રસ્તાના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા, લોકો પ્રત્યે સંવેદના દાખવી તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

અધિકારીઓએ પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામ એન.એસ.ગઢવીએ આ બેઠકનું સંચાલન કરી સબંધિત વિભાગના અધિકારીઓએ દરેક પ્રોજેક્ટમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. જેના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંકલિત યોજનાઓમાં મોરબી જિલ્લાઓમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...