મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 135 લોકોના મૃત્યુ થયા હતા. જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો તેમજ પીઆઈએલની સુનાવણી ચાલી રહી છે અને મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને આધારે મોરબીની ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં કેસ ચાલતો હતો. જે માટે સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ.કે. વોરાને મુકવામાં આવ્યા છે.
વકીલ ઝૂલતા પુલ સંબંધિત તમામ કેસ લડશે
મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ ગત તા. ૩૦ ઓક્ટોબરના રોજ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા. જે દુર્ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી 9 આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જે કેસ લડવા માટે સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરવામાં આવી છે. રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ.કે. વોરાને સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે મુકવામાં આવ્યા છે. જે ઝૂલતા પુલ સંબંધિત કેસ લડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.