સુવિધા:મોરબીના વોર્ડ નંબર 8માં 25 લાખના ખર્ચે રોડ બનશે, ચૂંટણી આવતા તંત્રને પ્રજા યાદ આવી

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી નગરપાલિકામાં ગત વખતે ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઈ ગઈ છે અને આગામી સમયમાં ફરી નવેસરથી નગરપાલિકા ચૂંટણી યોજવાના ભણકારા વાગી રહ્યા છે.ત્યારે નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા વિકાસ કામોના ખાતમુહૂર્તનો દૌર શરૂ થયો છે અને આજે મોરબીના વોર્ડ નંબર 8 માં રૂ.25 લાખના ખર્ચે સીસીરોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. મોરબી નગરપાલિકામાં બોડીએ વિદાય લેતા પૂર્વે જુદાજુદા રોડ સહિતના કામોને મંજૂરી આપી દીધી હતી.ત્યારે આ મંજુર થયેલા રોડના કામો માટે ખાતમુહૂર્તનો દૌર શરૂ કરવામાં આવ્યો છે અને આજે મોરબીના વોર્ડ નંબર 8 માં રૂ.25 ના ખર્ચે બનનાર સીસીરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા, સ્થાનિક પૂર્વ કાઉન્સિલર પ્રભુભાઈ ભૂત, જિલ્લા ભાજપના ઉપરમુખ હસુભાઈ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત પાલિકા પૂર્વ પ્રમુખ અને પૂર્વ કાઉન્સિલરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...