નોકરીએ જતા રસ્તામાં કાળ નડ્યો!:ટંકારાની લજાઈ ચોકડી પાસે રીક્ષા પલટી જતા રીક્ષાચાલકને ગંભીર ઈજા પહોંચી; સારવાર દરમિયાન મોત

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટંકારાની લજાઈ ચોકડી પાસે ઓટો રીક્ષા પલટી મારી જતા રિક્ષાચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રીક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

અકસ્માતની જાણ થતા પત્ની હોસ્પિટલ પહોંચી
મૂળ યુપીના વતની અને હાલ શકત શનાળા ગામે રહેતા રીટાબેન ઉમેશભાઈ ગુપ્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિ ઉમેશભાઈ કિશોરભાઈ ગુપ્તા લજાઈ ચોકડી હદ્માતીય રોડ પર આવેલ સેફ પાવર પ્રોડક્ટ પ્રા.લી.નામના કારખાનામાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. તેમની પાસે ઓટો રીક્ષા જીજે 36 યુ 4162 હોય, જે લઈને કામ પર જતા હતા. ત્યારે ફરિયાદીના પતિ પોતાની રીક્ષા લઈને સવારે કામ પર જવા નીકળ્યા હતા. બાદમાં સુરેશભાઈ શેઠનો ફોન આવ્યો હતો અને ઉમેશભાઈની રીક્ષાનું એક્સીડન્ટ થયાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદી રીટાબેન તુરંત મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં રિક્ષાચાલક ઉમેશભાઈને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન રીક્ષાચાલકનું મોત
ત્યારબાદ ઉમેશભાઈ ભાનમાં આવતા બનાવ મામલે તેઓએ જણાવ્યું હતું કે, રીક્ષા લઈને નોકરી પર જતા હતા, ત્યારે લજાઈ ચોકડી પાસે રીક્ષા સ્પીડમાં હોય અને બ્રેક મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા રિક્ષાચાલક ઉમેશભાઈ કિશોરભાઈ ગુપ્તાનું મૃત્યુ થયું હતું. ટંકારા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...