મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર ટ્રક ટ્રેઇલરમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લઈને પોલીસે ટ્રક અને દારૂ સહીત 10.31 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટ્રેલર RJ. 19 GE.6045 નો ચાલક પોતાના ટ્રેલરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી બેલા (રંગપર) થી ખોખરા હનુમાન રોડ તરફ જવાનો હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમે બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં ટ્રક ટ્રેલર પસાર થતા આંતરીને તલાશી લીધી હતી. જેમાં ટ્રકમાં છુપાવી રાખેલી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 48 કીમત રૂ.28,000 બીયર નંગ 24 કીમત રૂ 2400 મળી આવતા પોલીસે દારૂ-બીયર અને ટ્રક કીમત રૂ 10 લાખ મળીને કુલ રૂ 10,31,200નો મુદામાલ જપ્ત કર્યો હતો અને ટ્રક ચાલક હેમારામ હનુમાનરામ ગોદારા (ઉ.વ.22) રહે બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.