તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી દાસ્તાન:મોરબી જિલ્લાના માળિયામાં એક એવું પોલીસ સ્ટેશન કે જ્યાં લખાયું છે શીતળામાંનું નામ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ સ્ટેશનના મુખ્ય બોર્ડની ઉપર શીતળા માં લખ્યું છે. - Divya Bhaskar
પોલીસ સ્ટેશનના મુખ્ય બોર્ડની ઉપર શીતળા માં લખ્યું છે.
  • મોરબીના માળિયા મિયાણા પોલીસ મથક રાજ્યનું એક માત્ર સ્ટેશન

સામાન્ય રીતે ઘણા બધા પોલીસ મથક કે સૈન્યના જવાનોના કેમ્પમાં કોઈ દેવી-દેવતાના મંદિર કે દરગાહ આવેલી હોય છે અને પ્રજાનું રક્ષણ કરતાં પોલીસ કે સૈનીકો તેમાં ધર્મનો ભેદભાવ ભૂલી અપાર શ્રદ્ધા રાખતા હોય છે. મોરબી જિલ્લામાં રાજ્યનું એકમાત્ર એવું પોલીસ સ્ટેશન છે જયાં પોલીસ સ્ટેશનના મુખ્ય બોર્ડની ઉપર શીતળા માં લખ્યું છે.

માળીયા(મી) પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ શીતળા માતાનું મંદિર આવેલું છે. ત્યાં દરરોજ પૂજા આરતી કરવામાં આવે છે. આ ઉપરાંત જે કોઈ અધિકારી બદલી થઈને અહીં આવે તે માતાજીના દર્શન પછી જ ચાર્જ સંભાળે છે. આ ઉપરાંત માળિયા મિયાણા પોલીસ મથકમાં હાલ ફરજ બજાવતા તથા અગાઉ ફરજ બજાવી ચૂકેલા તમામ પોલીસ જવાનો આ માતાજીમાં ભારે શ્રધ્ધા ધરાવે છે. આ શ્રદ્ધા ત્યાં સુધી છે કે પોલીસ મથકના મુખ્ય બિલ્ડિંગના માળિયા મિયાણા પોલીસ સ્ટેશન બોર્ડની પર શીતળા માં લખ્યું છે.

પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ શીતળા માતાનું મંદિર આવેલું છે.
પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ શીતળા માતાનું મંદિર આવેલું છે.

માળિયા મિયાણા પોલીસ સ્ટાફ પણ જ્યારે ખાતાકીય મુશ્કેલીમાં મુકાય છે ત્યારે આ જ માતાજીની માનતા રાખે છે. અહીં પોલીસ સ્ટાફ ઉપરાંત માળિયા-મિયાણાના લોકો તથા આસપાસના ગામોના લોકો પણ શ્રધ્ધાથી માથું નમાવવા આવે છે.

350થી 400 વર્ષ જૂનું શીતળા મંદિર અસ્તિત્વમાં
આ મંદિર 350થી 400 વર્ષ જૂનું છે. શરૂઆતમાં આવડું મોટું મંદિર ન હતું. પરંતુ ભક્તો ખૂબ આવતા હોવાથી શ્રદ્ધાળુઓ તથા પોલીસે સાથે મળીને આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો છે. દરેક પોલીસ સ્ટાફ આ મંદિરની દેખરેખ રાખે છે અને અહીં આવતા શ્રદ્ધાળુઓને જોઈતી મદદ કરે છે. આ ઉપરાંત માળિયા મિયાણા પંથકમાં એક એવી લોકવાયકા છે, કે જ્યારે આ પંથક પર કોઈ આફત આવવાની હોય ત્યારે મંદિર પર રહેલી ધજાની આંટી ચડી જાય છે. જો કે આ એક માન્યતા છે. > નરેન્દ્રસિંહ ચુડાસમા, પીએસઆઇ, માળિયા મીયાણા

અન્ય સમાચારો પણ છે...