મોરબીના મૂન નગર વિસ્તારમાંથી એલસીબીની ટીમે બ્રાન્ડેડ કંપનીના નકલી એન્જિન ઓઇલ બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 25 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ઘટનાના પાંચ દિવસ બાદ ઓઇલ બનાવતી કંપનીના મેનેજર દ્વારા મોરબીના જ બે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ આધારે પોલીસે બંને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ મુનનગરમાં ધમધમતા ગેરકાયદે બ્રાન્ડેડ કંપનીના નામે બાઈક, ફોરવ્હીલ સહિતના વાહનમાં વપરવામાં આવતા નકલી એન્જિન ઓઈલની ફેક્ટરી પર ગત 8 એપ્રિલના રોજ મોરબી એલસીબીની ટીમે ધામા નાખ્યા હતા અને રૂ ૨૫ લાખની કિમતના નકલી એન્જીન ઓઈલ ,ખાલી ડબ્બા, સ્ટીકર પ્રિન્ટ મશીન સહિતનો અલગ અલગ ચીજ વસ્તુઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
નકલી એન્જિન ઓઇલ પકડવાના આ બનાવમાં એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીના મેનેજર સચિન ક્તાનાજી દેસાઈ દ્વારા મોરબીના એ ડિવિઝન પોલીસ મથકમાં આ ગોરખ ધંધો ચલાવતા મેહુલ નરેન્દ્રભાઇ ઠક્કર તેમજ અરુણ ગણેશભાઈ કુંડારિયા વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવી હતી. પોલીસે મેહુલ નરેન્દ્રભાઇ ઠક્કર, અરુણ ગણેશભાઈ કુંડારિયા બન્ને આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 40૬,420 482,485,486,489 114 તેમજ કોપીરાઇટ એક્ટ 1957 અમેઅને ટ્રેડમાર્ક એક્ટ અંતર્ગત ગુનો નોંધી બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.