નિર્ણય:જૂના ઘાટીલા, વવાણિયામાં નવી ગ્રામપંચાયત કચેરી બનાવાશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખી નિર્ણય
  • પંચાયત વિભાગમાંથી 14 લાખ મંજૂર થયાનો દાવો

માળીયા મિયાણા તાલુકાનાં જુના ઘાટીલા અને વવાણિયામાં નવી ગ્રામ પંચાયત કચેરી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માળીયા મિયાણા તાલુકાનાં જૂના ઘાંટીલા ગામે હાલનુ ગ્રામ પંચાયતનું મકાન નાનું અને અગવડતાભર્યું હોય ગામની વસ્તી અને વિસ્તારને ધ્યાને રાખી નવું મકાન મંજૂર કરવા તમજ વવાણિયા ગામે હાલનુ પંચાયતનું મકાન જર્જરિત હોય નવું મકાન બાંધવા જિલ્લા પંચાયત મારફત વિકાસ કમિશ્નર અને પંચાયત વિભાગમાં દરખાસ્ત મોકલેલી જેનું સતત ફોલોઅપ કરી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએએ જૂના ઘાંટીલા ગ્રામ પંચાયત માટે રૂ. ૧૪ લાખ અને વવાણિયા માટે પણ રૂ. ૧૪ લાખના ગ્રામ પંચાયતના મકાનો મંજૂર કરાવ્યા છે.

આમ, જૂના ઘાંટીલા અને વવાણિયા ગામની લાંબા સમયની પંચાયતના નવા મકાનો મળવા માટેની જે માંગણી હતી તે ધારાસભ્યએ સતત ફોલોપ કરીને મંજૂર કરાવી છે જેને માળીયા (મીં) તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ તેમજ જિલ્લા સંગઠનના મહામંત્રીઓએ આવકારી છે અને ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...