તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મોરબીના નવલખી પોર્ટમાં 192 કરોડના ખર્ચે 485 મીટરની નવી જેટી તૈયાર થશે

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેરિટાઇમ બોર્ડ સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તને મળી સૈધ્ધાંતિક મંજૂરી

રાજ્યમાં કાર્ગો પરિવહનના મહત્વપૂર્ણ બંદર એવા નવલખી બંદર ખાતે 485 મીટરની લંબાઈની નવી જેટી રૂ. 192કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામશે. રાજય સરકારના ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આ નવી જેટીના નિર્માણ માટે કરવામાં આવેલી રૂ.192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણયથી સરકારને પ્રતિ વર્ષ 50 કરોડની આવક થશે બંદરની વર્તમાન માલ-પરિવહન ક્ષમતા 8 મીલિયન મેટ્રીક ટન પ્રતિ વર્ષની છે, તેને ભવિષ્યમાં વધારીને 20 મિલિયન મેટ્રીક ટન પ્રતિવર્ષ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

ભારત સરકાર દ્વારા આ હેતુસર નવેમ્બર-20માં પર્યાવરણ અને CRZ મંજૂરીઓ પણ રાજ્ય સરકારને મળી ગઇ છે. મુખ્યમંત્રીએ આ નવલખી બંદર પર 485 મીટરની જેટી નિર્માણના અંદાજિત રૂ. 192 કરોડના કામોની જે મંજૂરી આપી છે તેમાં 100 મીટર લંબાઇ જેટીના કોસ્ટલ કાર્ગો માટે ઉપયોગમાં લેવા મીકેનાઇઝ્ડ સિસ્ટમ સાથેના અંદાજિત રૂ.108 કરોડના ખર્ચે કામો હાથ ધરાશે.

સૂચિત 485 મીટરની લંબાઇની જેટીના કામો પૂર્ણ થતાં નવલખી બંદરની માલ પરિવહન ક્ષમતા લગભગ 16 મીલીયન મેટ્રિક ટન પ્રતિવર્ષ થવા પામશે. એટલે કે, આ બંદરની વાર્ષિક માલ પરિવહન ક્ષમતામાં 8 મિલિયન મેટ્રિક ટનનો વધારોનો અંદાજ છે. 2.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ મીઠાનો વધુ કાર્ગો,4.5 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ કોલસાનો વધારાનો કાર્ગો અને 1 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષ માલ પરિવહનનો અંદાજિત વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...