જ્વલંત સિદ્ધિ:મોરબી નજીકના બગથળા ગામનો વતની યુવાન કેનેડાનો સૌથી યુવા નોટરી બન્યો

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિસ્મય મેરજા - Divya Bhaskar
વિસ્મય મેરજા
  • વર્ષોથી કેનેડા સ્થાયી થયેલા તબીબ પુત્રની 23 વર્ષે જ નોંધ લેવી પડે તેવી સફળતા

સિધ્ધિની પાંખો પર સવાર થવા માટે સપના જોવા અને તે સપનાઓ પૂરા કરવા માટે રાતની ઉંઘ પણ હરામ કરી દેવાની તાકાત જોઇએ. નાનકડી આંખો જે સમયે મોટા મોટા શમણાં જોવા ટેવાયેલી હોય, એ સમયે જીવનની મહત્વની કારકિર્દી બનાવવા માટેની દોડમાં સામેલ થઇ જવું એ સહેલું નથી પરંતુ મોરબીના બગથળાના વતની અને કેનેડામાં સ્થાયી થયેલા વિસ્મયે સાબીત કરી આપ્યું કે ધારીએ અને તે પામવા અથાક મહેનત અને લગનથી કામ કરીએ તો એ અશક્ય પણ નથી જ. વિસ્મય આજે કેનેડાનો સૌની નાની વયનો યુવા નોટરી બની ગયો છે અને તે બાબતનું વિસ્મયને જરા પણ વિસ્મય નથી.

મોરબીના બગથળા ગામના વતની ડોક્ટર હસમુખભાઈ મેરજાએ બગથળા ગામમાં જ હાઈસ્કૂલ સુધી અભ્યાસ કરેલો અને બાદમાં વેટરનરી ડોક્ટર બનેલા હસમુખભાઈ 2001થી કેનેડામાં સ્થાયી થયા છે. હસમુખભાઈના પુત્ર વિસ્મયનો જન્મ અમદાવાદમાં થયેલો અને વિસ્મય પાંચ વર્ષનો હતો ત્યારે મેરજા પરિવાર કેનેડા ખાતે ગયું હતું અને ત્યાં જ સ્થાયી થઇ ગયું છે.

વિસ્મય નાનપણથી જ ભણવામાં ખૂબ હોંશિયાર હતો. કેનેડા ખાતે તેણે ધોરણ 12ની પરીક્ષામાં પણ રેન્ક મેળવ્યો હતો. હાઈસ્કુલથી જ વકીલ બનવાની ઇચ્છા રાખનાર વિસ્મયે ખૂબ જ અઘરી ગણાતી LSAT (લો સ્કૂલ એડમિશન ટેસ્ટ) સારા માર્ક્સ સાથે પાસ કરી લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસમાં એડમિશન લીધું. આ એ કોલેજ છે જ્યાં નોબેલ લોર્ડ મેદનાદ દેસાઇ, લોર્ડ ભીખુ પારેખ, પૂર્વ રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ, વિજેતા અમર્ત્ય સેન, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ અને સાત નોબલ વિજેતાઓ ભણ્યા છે.

વિસ્મયે વકીલ બનતા પહેલા ટોરેન્ટો પોલીસમાં પણ કામ કરેલું અને ૨૩ વર્ષની વયે તેઓ કેનેડાના સૌથી યુવાન નોટરી બની ગયા છે. તેઓની ઈચ્છા કેનેડાના સૌથી નાની વયના ન્યાયધીશ બનવાની છે.

તેમના પિતાએ ભારતીય સેનાને ખાદ્યતેલ મોકલ્યું હતું
વિસ્મયના પપ્પા ડોક્ટર હસમુખ મેરજા 1987 બેચના આઇઆઇએમ પાસ આઉટ છે. તેમણે ગુજરાતની જે તે સમયની સૌથી મોટી ખાદ્યતેલની સહકારી સંસ્થા ગ્રોફેડમાં અધિકારી તરીકે કામ કરેલું અને 1991-92 માં તેમણે રાજકોટ અને ગુંદાળાથી પ્રથમ વખત ભારતીય સેનાને 4 હજાર ટન રાયડાનું રિફાઈન્ડ તેલ તથા ૧૩૫૦ ટન વનસ્પતિ ઘી મોકલ્યું હતું. લશ્કર માટે ખરીદવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ચકાસણી ખૂબ ઊંચી હોય છે તેમ છતાં એ કવોલીટીનું સહકારી ક્ષેત્રે ઉત્પાદન કરી ડોક્ટર હસમુખ મેરજાએ આર્મીને આ તેલ મોકલ્યું જે જવાનોને ખૂબ ભાવતા વર્ષો સુધી સપ્લાય કરવામાં આવેલું.

અન્ય સમાચારો પણ છે...