તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઘૂંટુ પાસે ટ્રકમાંથી ભીની માટીનો ઢગલો રોડ પર પડતા અનેક વાહનો લપસ્યા

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિકોએ ટ્રકને અટકાવી જવાબદાર ફેક્ટરીના લોકોને બોલાવીને માટીનો ઢગલો ઉપડાવ્યો

મોરબી હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ નજીક આજે સીરામીકની ભીની માટી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો.ત્યારે ટ્રકમાંથી ભીની માટીના પીડ નીચે પડ્યા હતા અને વધુ પ્રમાણમાં રોડ ઉપર ભીની માટીના ઢગલા થઈ ગયા હતા.આથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને સ્થાનિક લોકોએ ટ્રકને ત્યાંજ અટકાવી દઈને હલલબોલ કર્યું હતું.બાદમાં જે તે જવાબદાર ફેકટરીના લોકોએ આવીને માટીના ઢગલા ઉપડયા હતા.

સ્થાનિક લોકોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે, રોડ ઉપર પસાર થતા સીરામીકની માટી ભરેલા ભારેખમ વાહનોમાંથી વારંવાર ભીની માટી રોડ ઉપર પડે છે.જેથી રોડ ઉપર માટીના થર જામતા બમ્પ જેવા બની જાય છે. જેથી અકસ્માતની ભીતિ રહે છે અને રોડ ઉપર પડેલી ભીની માટી પવનને કારણે સુકાઈ જતા રજકણ બનીને ઉડે છે.આ રજકણથી લોકોના આરોગ્ય ઉપર ખતરો રહે છે. રજકણના પ્રદુષણથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે ખાસ કરીને સીરામીક ઝોનમાં આ રીતે માટી નીચે પડવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો