આપઘાતનો પ્રયાસ:ટંકારાની ત્રણ હાટડી શેરીમાં પોણા બે વર્ષના બાળકની માતાએ ઝેરી દવા પીધી, હાલમાં સારવાર હેઠળ

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન 4 વર્ષ પૂર્વે જ થયા હતા, પોતાના ઘરે તેમણે ઝેરી દવા પી લીધી

ટંકારામાં ત્રણ હાટડી શેરીમાં રહેતી પોણા બે વર્ષના બાળકની માતાએ ઝેરી દવા ગટગટાવી હતી. જેને પગલે તેને તાત્કાલિક ટંકારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરાંત હાલ વધુ સારવાર અર્થે તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, હાલ પરિણિતા સારવાર હેઠળ છે.

પરિણીતાની હાલત ગંભીર, સારવાર હેઠળ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારામાં ત્રણ હાટડી શેરીમાં પોતાના પોણા બે વર્ષના દીકરા અને સાસુ સસરા રહેતી જલ્પાબેન ગૈારવભાઇ કાલાવાડીયા નામની પરિણીતાએ ઝેરી દવા પીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેમના લગ્ન 4 વર્ષ પૂર્વે જ થયા હતા. પોતાના ઘરે તેમણે ઝેરી દવા પી લીધી હતી. જેની તેમને અત્યંત ગંભીર અસર થઈ હતી. હાલ તે સારવાર હેઠળ છે, આ મુદ્દે ટંકારા પોલીસે બનાવની નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે તપાસનીશ અધિકારી આઈ.ટી.જામ પાસેથી મળતી વિગત મુજબ પરિણીતાએ ભૂલથી દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...