સમસ્યા:ટીંબડી ગામ પાસે પાણીમાં ડૂબી જતા આધેડનું મોત

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષ કાપતા સમયે માથે થડ પડતાં યુવકનું મોત

મોરબીના રેવાપાર્કમાં વૃક્ષ કાપતા સમયે વૃક્ષ કાપી રહેલા યુવકની માથે જ થડ પડતા પેટના ભાગે ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત હતું.આ અંગઅન્ય એક બનાવમાં મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી જતા એક આધેડનું મોત નિપજ્યું હતું

જયારે મોરબીના શનાળા રોડ સ્થિત અજંતા- રેવાપાર્કમાં રવિવારના રોજ હીરાભાઈ સકરાભાઈ ગોહિલ નામનો યુવાન વૃક્ષની ડાળીઓ કાપી રહ્યો હતો તે દરમિયાન કપાયેલા વૃક્ષનું થડ પેટના ભાગે પડતા યુવકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી અન્ય એક બનાવમાં મોરબીના ટીંબડી ગામ નજીક મૂળ ભાવનગરના કડીયાબીડ ગામનો 45 વર્ષનો હિતેશગીરી ચંદુગીરી ગોસ્વામી નામનો હોટેલ નજીક પાણી ભરેલા ઝરણાંમાં નહાવા ગયો હતો તે દરમિયાન ડૂબી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...