તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના બેલા ગામ નજીક આવેલી એક પાણી પુરીની લારી પાસે સામાન્ય એવી ગેર સમજણ બાબતે થયેલા ઝઘડા બાદ થયેલી મારામારીમાં એક આધેડને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો, જ્યાં એમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કલમ ઉમરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.9 નવેમ્બરના રોજ મોરબીના જેતપર રોડ પર આવેલા બેલા ગામ નજીક સેલજા સિરામીકમાં કામ કરતા શંકરભાઈ ઉર્ફે દિનેશભાઇ ખુમાભાઈ ખાંટ નામનો યુવાન અને તેના કૌટુંબિક ભાભી કાજલબેન એક પાણી પુરીની લારીએ પાણી પુરી ખાવા ગયા હતા.ત્યારે કાજલબેને તેના દિયર કહ્યું હતું કે ,મારા સસરા રમણભાઇ આપણી પાછળ આવે છે.
આ બંન્નેની વાત ત્યાંથી નીકળતો આરીફ આલમશા સૈયદ સાંભળી ગયો હતો અને વાત કરતા આરોપીને એવું લાગ્યું કે,એ પરિણીતા પોતાની વાત કરે છે અને પોતે તેનો પીછો કરે છે.તેની સાથે મારામારી કરી અને હતી આ છોકરી ખોટુ બોલે છે? તું તારા ઘરેથી કોઇ મોટા માણસને અત્યારે જ બોલાવ, તેમ કહેતા શંકરે તેના કૌટુંબિક કાકા અને મહિલાના સસરા રમણભાઇને બોલાવ્યા હતા.જે બાદ આરોપી આરીફે બોલાચાલી કરી રમણભાઈને ઢીકાપાટુનો મારમારી માથામાં મુંઢ ઈજા કરી હતી.આથી રમણભાઈને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં તેમનું મોત થતા બનાવ ખૂનમાં પલ્ટાયો હતો. બનાવ અંગે અગાઉ મૃતકના કૌટુંબિક ભત્રીજા શંકરભાઇ ઉર્ફે દિનેશભાઇ ખુમાભાઇ ખાંટએ નોંધાવેલી હુમલાની ફરિયાદમાં પોલીસે આરોપી સામે હત્યાની કલમ ઉમેરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.