તપાસ:લોનના હપ્તા વધી જતાં આધેડે ઝેરી દવા ગટગટાવી લેતાં મોત

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના વાવડી રોડ પરના ગાયત્રીનગરમાં બનાવ બન્યો
  • ધંધો બરોબર ચાલતો ન હોવાથી આર્થિક ભીંસ અનુભવતા હતા

મોરબીના વાવડી રોડ પર રહેતા ૫૧ વર્ષના આધેડે લોનના હપ્તા નહિ ચૂકવી શકતા એસીડ પી લીધું હતું, જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં.આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ ધૂળકોટીયા નામના 51 વર્ષના આધેડે એ રહેણાંક મકાન પર હોમ લોન લીધી હોય તેમજ ગોલ્ડ લોન લીધેલી હોય હાલ ધંધો વ્યવસાય બરાબર ચાલતો ન હોય જેના કારણે આર્થિક સંકડામણનો અનુભવ થયો હતો જેના કારણે લોનના હપ્તા ભરવાના બાકી રહેતા હોય પરંતુ તેની પાસે રૂપિયા ના હોવાથી કંટાળી જઈને એસીડ પી લીધું હતું.

જે બાદ તેમને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત થયું હતું.બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...