મહિલાઓને કાયદાની સમજ અપાઇ:જાતીય સતામણી અંગે માર્ગદર્શક સેમિનાર યોજાયો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય અને અન્ય રીતે થતી સતામણી અને શોષણ ચલાવી ન લેવા અને તેની સામે કઇ રીતે અવાજ ઉઠાવી શકાય, કાયદાકીય રીતે કઇ રીતે રક્ષણ મળી શકે અને મહિલાઓના અધિકારો ક્યા ક્યા છે એ અંગે સમજ આપવા મોરબીમાં ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં આગેવાનો અને નિષ્ણાતોએ મહિલાઓને ઉપયોગી માર્ગદર્શન અને સમજ આપી હતી તેમજ પોતાના અધિકારોનું રક્ષણ કરવા માટે કોઇ પણ શોષણનો ભોગ ન બનવા તાકીદ કરી હતી.

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી દ્વારા સોનમ કલોક ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને કામકાજ સ્થળે થતી જાતીય સતામણી બચાવ અધિનિય 2013 અંતર્ગત મહિલાઓને કામના સ્થળે થતી આવી જાતીય સતામણીથી કેવી રીતે બચી શકાય તેમજ આ અંગે કાયદાકીય રક્ષણ બાબતમાં મહિલા કર્મચારીઓને જાણકારી આપવામાં આવી હતી તેમજ મહિલાઓને ઘરેલુ હિંસા અંગેની પણ માહિતી આપવામાં આવી હતી.

આ તકે પાલિકા પ્રમુખ કુસુમબેન કે. પરમાર,રંજનબેન,મહિલા અને બાળ અધિકારી એજાજ મન્સૂરી,દહેજ પ્રતિબંધિત અધિકારી નિલેશ્વરીબા ગોહિલ,કમ્પની ડાયરેક્ટર હર્ષિલભાઈ હાજર રહી મહિલા કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને મહિલાઅોને પોતાના અધિકારોથી વાકેફ કરાઇ હતી. મહિલાઓ રોજગારી માટે ઘરની બહાર નીકળતી થઇ છે ત્યારે તેમને અધિકાર અને હકની જાણ હોય તે આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...