તપાસ:મોરબીમાં દેશી પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • પંચાસર ચોકડી પાસેથી પોલીસે દબોચી લીધો

મોરબીની પંચાસર ચોકડી પાસેથી દેશી બનાવટની મેગ્જીન વાળી પિસ્તોલ તથા કાર્ટીસ સાથે એક શખ્સ સીન સપાટા કરતા હોવાની બાતમી આધારે મોરબી એલસીબી ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો અને હથિયાર જપ્ત કરી ડ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી પી આઈ જાડેજાની સુચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે પંચાસર તા.જી.મોરબી વાળો મોરબી પંચાસર ચોકડી પાસે આવેલ ડીલક્ષ પાન પાસે ઉભો હોય અને તેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ હોવાની બાતમીના આધારે તપાસ કરતા પંચાસર ચોકડી નજીક ડીલક્ષ પાન પાસેથી આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા વિક્રમસિંહ ઝાલાને દેશી બનાવટની મેગ્જીન વાળી રૂ.10000ની કિંમતની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. એન તેની પાસેથી કુલ રૂ,10,100નો મુદામાલ જપતા કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...