SOGની કાર્યવાહી:મોરબીના વિસીપરામાંથી દેશી પિસ્તોલ અને કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરના વિસીપરા મેઈન રોડ પરથી એસઓજી ટીમે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ અને એક નંગ જીવતા કાર્ટીસ સાથે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી ટીમ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમોને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિસીપરા મેઈન રોડ પર એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે હોવાની બાતમી મળતા એસઓજી ટીમે રેડ કરી હતી. જેમાં વિસીપરા મેઈન રોડ પર ગર્લ્સ હાઈસ્કૂલ પાસે રોડ પરથી આરોપી અહેમદ જુસાબ કટિયા (ઉ.વ.35) (રહે મચ્છુ માતાની જગ્યા સામે જૂની પાણીની ટાંકીવાળી શેરીમાં મોરબી)ને ઝડપી લીધો હતો. જે આરોપી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની એક પિસ્તોલ જેની કીમત રૂ.10,000 અને જીવતા કાર્ટીસ નંગ 01 કીંમત રૂ.100 મળીને કુલ રૂ.10,100 નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...