તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોરબીના જોન્સનગરમાં મકાનમાંથી દારૂની 60 બોટલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોરબી એ ડિવિઝન પોલીસે રૂ.25,400નો મુદ્દામાલ કબજે લીધો

મોરબીના જોન્સ નગરમાં આવેલા રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ.25,400ની કિંમતની 60 બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોરબી શહેરમાં જોન્સનગરની શેરી નં. 11માં આશીફભાઇ અનવરભાઇ મીનીવાડીયાના રહેણાંક મકાનમાં આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલ વ્હીસ્કીની 60 બોટલો (કી.રૂ. 25,400) ઝડપી પાડવામાં આવી છે. આ વિદેશી દારૂનો મુદામાલ આસિફે ઇકબાલ ઉર્ફે જીણી કરીમભાઇ વડાવરીયા પાસેથી લીધો હોવાનું ખુલ્યું હતું. આ કેસમાં બંને શખ્સો સામે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે વિદેશી દારૂ કબ્જે કરી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો