તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આયુર્વેદિક ટોનિક નામે નશાની ગોળી વેચતો શખ્સ પકડાયો

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના મકનસર ગામ પાસે પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી
  • 9220 બોટલ સહિત રૂ.7.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

મોરબીના મકનસર ગામ પાસે એક શખ્સ આયુર્વેદિક હર્બલ ટોનિકના નામે નશીલા પદાર્થનું વેચાણ કરી યુવાનોને નશાના રવાડે ચઢાવતો હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેના આધારે એલસીબી ટીમે મોરબીના નવા મકનસર ગામે દુકાન તથા રહેણાંક મકાનમાં દરોડો પાડી આયુર્વેદીક હર્બલ ટોનીકની 9,220 બોટલ તથા મોબાઇલ મળી કુલ રૂ. 7, 88, 300ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીઇ તેના વિરૃધ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી કરી હતી.

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસર પોતાની દુકાન તથા રહેણાક મકાને આયુર્વેદીક હર્બલ ટોનીકનો જથ્થો ગેરકાયદેસર રીતે બીલ, આધાર વગર રાખી તેનું વેચાણ કરી લોકોને અને ખાસ કરીને અનેક યુવાનોને નશાના રવાડે ચઢાવતો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી. આ બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે દરોડો પાડી જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસર (ઉ.વ. 25)ની દુકાન તથા રહેણાંક મકાનેથી કોઇ બીલ કે આધાર પુરાવા વગરની આયુર્વેદીક હર્બલ ટોનીકની નાની- મોટી મળી કુલ 9,220 બોટલ (કિમત રૂ. 7,83,300), 1 મોબાઇલ ફોન (કિમત રૂ. 5000) મળી કુલ રૂ. 7,88,000નો મુદામાલ પોલીસે કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની નોંધ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...