તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોરબી પંચાયતના સદસ્ય પાસે ખંડણી માગનાર શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી પરબત - Divya Bhaskar
આરોપી પરબત
  • નિવૃત્ત પોલીસમેનની દાદાગીરીથી પોલીસ પણ ડરતી અને સો ગાઉ દૂર રહેતી

માળિયા-મિયાણાના સરવડ ગામના કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા ગત ટર્મ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. આ વખતે તેમના પત્ની અસ્મિતાબેન મોટા દહીંસરાની બેઠક પર જિલ્લા પંચાયતની ચૂંટણી લડયા હતા. આ ચૂંટણીમાં મોટા દહીંસરા નાના પરબત ભવાન હુંબલ પણ અપક્ષ લડયા હતા. જેમાં પરબતને એક હજાર મત ન મળવા મુજબની અસ્મિતાબેનના દિયર મહેન્દ્રભાઈએ રૂપિયા એક લાખની શરત લગાવી હતી પરંતુ પરબત આ શરત જીતી ગયો હતો.

શરત જીતી જતા પરબતે એક લાખના બદલે રૂપિયા ૧૦ લાખની માગણી કરી હતી અને આ બાબતે તે સતત ધમકી આપતો હતો. અંતે આ રકમ સાત લાખમાં નક્કી કરી સમાધાન થયું હતું. જેમાંથી એક લાખ પરબતને અપાઈ ગયા હતા પરંતુ બાકીના છ લાખ માટે પરબત જિલ્લા પંચાયતના સદસ્ય તથા તેના પરિવારને માર મારવાની અને જાનથી મારી નાખવાની તથા ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની સતત ધમકી આપતો હતો.

જે અંગે ફરિયાદ નોંધાતા માળીયા મીયાણા પીએસઆઇ એન. એચ. ચુડાસમાએ આરોપીને શોધવા વોચ ગોઠવી હતી તે દરમ્યાન ગઈકાલે રાત્રે નાના દહીંસરા પાસે આરોપીને કાર સાથે અટકાવતા તેમાંથી એક દેશી પિસ્તોલ તથા ૧૨ જીવતા કારતૂસ મળી આવ્યા હતા પોલીસે આરોપીની હથિયાર તથા કાર સહિત અટકાયત કરી પોલીસે તેની આગવીઢબે સરભરા કરતા તે બકરી બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...