કાર્યવાહી:મોરબીથી 1.55 લાખના દારૂ સાથે એક શખ્સ ઝબ્બે, કારચાલક ફરાર

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાતી પ્લોટમાં શહેર પોલીસનો દરોડો, 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબીના લાતીપ્લોટ મેઈન રોડ પંચાસર રોડના નાકે ગલીમાં સીએનજી રીક્ષા અને કારમાં વિદેશી દારૂ બિયરની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસે તુરત ત્યાં દરોડો પડી ઈંગ્લીશ દારૂ બિયરની હેરાફેરી કરતા આરોપી વરીશઅલી સલમાનઅલી બુખારી નામના વિસિપરામાં આવેલા કુલી નગરમાં રહેતા 22 વર્ષીય વરિસ અલી સલમાન અલી બુખારીને ઝડપી લીધો હતો અને એક સીએનજી રીક્ષા તેમજ કારમાંથી રૂ.1,55,400ની કિંમતની 396 નંગ દારૂની બોટલ, 48 બિયરના ટીન તેમજ કાર અને રીક્ષા તથા 1 મોબાઈલ મળી કુલ રૂ.4,50,400 નો મુદામાલ પકડી પાડ્યો હતો.જો કે બનાવ વખતે મોકાનો લાભ લઇ જી.જે.09 બી.બી.4476 નંબરની કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...