તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિંદગીનો અંત આણી લીધો:પ્રેમિકાના લગ્ન અન્ય સાથે થતા પ્રેમીનો ફાંસો ખાઇ આપઘાત

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી સિરામિક કારખાનાના ક્વાર્ટરમાં જ જિંદગીનો અંત આણી લીધો

મોરબીના રંગપર ગામે આવેલા સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમિકાના અન્યત્ર લગ્ન થઈ જવાથી નાસીપાસ થઈ પ્રેમીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ યુવાનની પરિણીત બહેનની નણંદ સાથે આંખ મળી ગઇ હતી અને તેને જીવન ભર સાથે રહેવાના ઓરતા હતા, જે પુરા ન થયા. અને અંતિમ પગલુ ભરી લીધુ.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલા લીવેન્જા સિરામીકના લેબર કવાર્ટર નંબર-૬૩ રહીને મજૂરી કામ કરતા મૂળ બિહારના વતની. આસમકુમાર અરૂણકુમાર સિંહ યાદવને તેની બહેનની નંણદ સાથે પ્રેમસબંધ હતો. જો કે તેના લગ્ન ગઇ તા-24 જૂનના રોજ અન્ય સાથે થઇ જતા મૃતક યુવાનને મનોમન લાગી આવતા મોરબીના રંગપર ગામની સીમમા આવેલા લીવેન્ઝા સિરામિકના કારખાનાના લેબર કવાટરની ઓરડી નંબર-૬૩ મા ગળાફાંસો ખાઈ જીવ દઈ દીધો હતો.

આ બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયા હતા અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી હતી. આ અંગે આગળની તપાસ એ.એસ.આઈ. આર.બી.વ્યાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...