જળ સમસ્યા:મોરબીમાં પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીમાંથી જીવતું અળસિયું નીકળ્યું

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ પાણી વિતરણ થતા લોકોનાં આરોગ્ય પર જોખમ કાઉન્સિલરની રજુઆત

નગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં વસતા લોકોને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે અને તેના માટે પાલિકા દર વર્ષે પાણી વેરો પણ ઉઘરાવે છે.જોકે લોકો પાસેથી પાણી વેરો ઉઘરાવ્યા બાદ પણ તંત્ર  ચોખ્ખુ પાણી આપી શકતું નથી થોડા સમય પહેલા પાલિકા દ્વારા આપતું પાણી પીળાશ યુક્ત અને દુર્ગંધ યુકત અપાય હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ હવે પાણીનાં નળમાં પાણી સાથે જીવ જંતુ પણ આવવા લાગ્યા  છે.મોરબીના વોર્ડ 7નાં કાઉન્સિલર દિપકભાઈ પોપટે ચીફ ઓફિસર ને લેખિત પત્ર લખી તેમજ વીડિયો મોકલી પાલિકા દ્વારા આપતા પાણીમાં જીવતા અળસીયા આવતા હોવાની ફરિયાદ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે હાલ કાળજાળ ગરમીમાં અને કોરોના મહામારી વચ્ચે ગરીબ અને મજુર વર્ગ જે પાણીની બોટલ વસાવી શકતા નથી તેઓ આ પાણી નૉ પીવામાં ઉપયોગ કરે છે. જોકે આવા જીવાત યુક્ત પાણીથી રોગચાળો ફાટી નીકળે તેવી આશંકા વ્યક્ત કરી હતી.તેઓએ માંગણી કરી હતી કે ફિલ્ટર પ્લાન્ટ માં પાણી નું શુદ્ધિ કરણ કરતા અને પાણી વિતરણ કરતાં જવાબદાર અધિકારી અને કર્મચારીઓને કામગીરી માં કોઈ બેદરકારી ન દાખવે કડક સૂચના આપે અને જવાબદારી  બરાબર ન બજવતા કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...