ગરમ કપડાના સ્ટોલ આગની ચપેટમાં:મોરબીમાં કપડાની માર્કેટમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી; કલાકોની જાહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં GIDCના ગેટ નજીક આવેલી ગરમ કપડાના સ્ટોલમાં મોડી રાત્રે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આગે પળવારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યાં કડકડતી ઠંડી વચ્ચે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

મોરબીમાં GIDCના ગેટ નજીક આવેલી ગરમ કપડાની માર્કેટમાં મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે થોડીવારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા માર્કેટમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા હતા. આગને પગલે અફરાતફરી મચી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગને પગલે વેપારીઓને મોટું નુકસાન થયાનો અંદાજ લાગવામાં આવી રહ્યો છે. ફાયર ટીમે કલાકોની જાહેમત બાદ આગ પર કાબુ મેળવી લેતા સ્થનિકોમાં હાશકારો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...