ચમત્કારિક બચાવ:મોટીપાનેલીમાં જૂના મકાનની દીવાલ પડી જતાં મજૂર દટાયો

મોટી પાનેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટી પાનેલીમાં ગરબીચોક મેઇન રોડ પર લેઉવા પટેલ લવજીભાઈ વેકરીયાના બે માળના મકાન પાડવાની કામગીરી કોલકીના બે મજૂરો કરી રહ્યા હતા ત્યારે ઉપરના માળની રોડ સાઈડની દિવાલ અચાનક ધસી પડતા દિવાલની બાજુમાં જ કામ કરતો મજૂર ઉપરના માળેથી નીચે પટકાયો હતો અને દીવાલ તેમના પર પટકાઈ હતી. જો કે મજુર ઊંધો પટકાતા અને ઉપરથી ધસી પડેલ દિવાલ પણ નીચે પડેલા બીજા બેલાના ટેકે ટકી જતા મજૂરનો કમર અને પગનો ભાગ દબાઈ જતા તાત્કાલિક આસપાસના લોકો ભેગા થઇ મજૂરને બહાર કઢાયો અને 108ને ફોન કરતા તુરંત સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજો મજુર મકાનની અંદરના ભાગે કામ કરતો હોય તે સુરક્ષિત નીચે આવી ગયો હતો અને જાનહાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...